કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તેમની ગુજરાત મુલાકાત દરમ્યાન આજે વિવિધ વિકાસ કાર્યો અને મોટા પ્રોજેક્ટોને લઈને સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ અને મંત્રીઓ સાથે બેઠક કરી અને કામો અંગેની સમીક્ષા કરવામાં આવશે.
દિવાળીના દિવસે તેઓ અમદાવાદમાં જ પરિવાર સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરશે. જ્યારે 9 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સરખેજ ગાંધીનગર હાઇવે પર બનાવવામાં આવેલા ચાર કિલોમીટર લાંબા ઓવરબ્રિજનું પણ તેઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. વાડજ રામાપીરના ટેકરા ખાતે આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમ બાદ રાણીપ ડી માર્ટ નજીક તેઓ જાહેર સભાને પણ સંબોધન કરશે.
10 નવેમ્બરના રોજ બેસતા વર્ષના દિવસે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતાના થલતેજ ખાતેના નિવાસસ્થાને ભાજપના નેતાઓને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે.