નવેમ્બર 7, 2026 9:49 એ એમ (AM)

printer

ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે હોરાઇઝન યુરોપ પ્રોગ્રામમાં ભારતની ભાગીદારી અંગે વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થઈ

ભારત અને યુરોપિયન સંઘ વચ્ચે હોરાઇઝન યુરોપ પ્રોગ્રામમાં ભારતની ભાગીદારી અંગે વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, જે EUનો મૂલ્ય 93 અબજ 50 કરોડ યુરોનો મુખ્ય સંશોધન અને નવચર કાર્યક્રમ આ કરાર હેઠળ, ભારતીય સંશોધકો, કંપનીઓ અને સંશોધન સંસ્થાઓને સીધું ભંડોળ પ્રાપ્ત થશે.

ભારતીય વૈજ્ઞાનિકો આંતરરાષ્ટ્રીય સંશોધન પ્રોજેક્ટ્સનું નેતૃત્વ અને સંચાલન પણ કરી શકશે. આ કાર્યક્રમ આરોગ્ય, કૃત્રિમ બુદ્ધિ, ડિજિટલ ટેકનોલોજી, અવકાશ, આબોહવા પરિવર્તન, ઊર્જા અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે.

યુરોપિયન કમિશને આ કરારને ભારત-EU સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. તે બંને પક્ષોના વૈજ્ઞાનિકો, સંશોધકો અને ઉદ્યોગોને સંયુક્ત રીતે નવી ટેકનોલોજી વિકસાવવાની તકો પૂરી પાડશે. હાલમાં, હોરાઇઝન યુરોપ પ્રોગ્રામમાં યુનાઇટેડ કિંગડમ, કેનેડા, જાપાન, દક્ષિણ કોરિયા અને સ્વિટ્ઝર્લૅન્ડ સહિત EU બહારના 23 દેશોનો સમાવેશ થાય છે. બંને પક્ષો દ્વારા કરાર પર હસ્તાક્ષર અને બહાલી બાદ, તે આવતા વર્ષે જાન્યુઆરીમાં અમલમાં આવવાની અપેક્ષા છે.