નવેમ્બર 7, 2026 1:57 પી એમ(PM)

printer

પુરુષ ક્રિકેટમાં, વેલિંગ્ટન ખાતે બીજી વનડેમાં ભારતે ન્યુઝીલેન્ડને 134 રનમાં ઓલઆઉટ કર્યું

ક્રિકેટમાં, ન્યુઝીલેન્ડે વેલિંગ્ટનમાં રમાઈ રહેલી બીજી વનડેમાં ભારતને 135 રનનો લક્ષ્યાંક આપ્યો. ભારતે ન્યુઝીલેન્ડને 41 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ કર્યું. ભારત તરફથી ગુર્નૂર બ્રારે ચાર વિકેટ લીધી, જ્યારે આકિબ નબી અને અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી. બીજી તરફ હાલ ભારતની બેટિંગ ચાલી રહી છે. છેલ્લાં મળતાં અહેવાલ અનુસાર ભારતના 12 ઓવરમાં 3 વિકેટે 45 રન થયા છે.

વરસાદને કારણે મેચ 47 ઓવર પ્રતિ ટીમ કરવામાં આવી હતી. ભારત પાંચ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે.