નવેમ્બર 15, 2026 9:34 એ એમ (AM)

printer

અંડર-19 એશિયા કપ ક્રિકેટની ફાઇનલમાં સુરેન્દ્રનગરના મોહિત ઉલવાનું શાનદાર પ્રદર્શન

ઓમાનમાં રમાયેલી ક્રિકેટ અંડર-19 એશિયા કપની ફાઇનલમાં સુરેન્દ્રનગરના મોહિત ઉલવાએ શાનદાર પ્રદર્શન કર્યું. એક સમયે પાકિસ્તાનની જીત નિશ્ચિત લાગી રહી હતી ત્યારે 10મા નંબરે બેટિંગ કરવા ઉતરેલા લખતરના વતની અને હાલ રાજકોટ રહેતા મોહિતે મેચનું આખું ચિત્ર બદલી નાખ્યું.

મોહીત ઉલવાએ મેદાન પર ઉતરતા જ આક્રમક અંદાજ બતાવ્યો. તેણે મનલ ચૌહાણ સાથે મળીને 57 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને છેલ્લી વિકેટ માટે ચિગુરૂપતી વેંકટ સાથે 30 રન જોડીને અશકય લાગતી જીતને હકીકતમા ફેરવી દીધી.

શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતાં માત્ર 26 બોલમાં અણનમ 49 રનની તોફાની ઇનિંગ રમી હતી અને પોતાની ટીમને ખિતાબી જીત અપાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી.