અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, તેહરાન અને મધ્ય પૂર્વના ઘણા દેશોએ સંઘર્ષ વિરામની વિનંતી કર્યા બાદ અમેરિકા ઈરાન પર આયોજિત લશ્કરી હુમલો સ્થગિત કરવા સંમત થયું છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, સંભવિત કરારનું માળખું પૂર્ણ થઈ ગયું છે. ટ્રમ્પે આજે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે, અમેરિકા લશ્કરી કાર્યવાહી માટે સંપૂર્ણપણે તૈયાર છે પરંતુ રાજદ્વારી પ્રક્રિયાને આગળ વધારવા માટે આયોજિત હુમલાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
તેમણે કહ્યું કે, ઈરાન અને મધ્ય પૂર્વના અન્ય દેશોએ વોશિંગ્ટનને લશ્કરી કાર્યવાહી બંધ કરવા વિનંતી કરી હતી. જોકે, ઈરાને અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા દાવાઓની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
આ અગાઉ, ટ્રમ્પે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાની અમેરિકાએ ચેતવણી આપી હતી.
News On AIR | ઓગસ્ટ 2, 2026 1:43 પી એમ(PM)
મધ્યપૂર્વ એશિયાના દેશોની વિનંતી બાદ અમેરિકાએ ઇરાન પર હુમલા કરવાની યોજના સ્થગિત કરી.