સપ્ટેમ્બર 14, 2026 7:36 પી એમ(PM)

printer

લોકસંસ્કૃતિનું પ્રતિક એવા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના લોકમેળાનો આજથી શુભારંભ

સુરેન્દ્રનગરના થાનગઢમાં લોકસંસ્કૃતિનું પ્રતિક એવા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના લોકમેળાનો આજથી વિધિવત્ શુભારંભ થયો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક જગદીશ મકવાણા સહિતના મહાનુભાવોએ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કરી લોકમેળાનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી મકવાણાએ લોકમેળાને આપણી ઐતિહાસિક સંસ્કૃતિ, ભક્તિ અને પરંપરાને જીવંત રાખતો મેળાવડો ગણાવ્યો.

તેમણે કહ્યું, મેળામાં ગ્રામીણ ઑલિમ્પિક, લુપ્ત થતી પરંપરાગત રમત, અલગ-અલગ વેશભૂષાની હરિફાઈઓ તેમજ ડાકલા, મંજિરા અને ડમરું વાદકો જેવા પરંપરાગત કલાકારોની સ્પર્ધાઓ યોજાય છે.

તરણેતર ખાતે ત્રિનેત્રેશ્વર મહાદેવના દિવ્ય સાનિધ્યમાં ઐતિહાસિક ભાતીગળ મેળો જેનો આજે ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજન અર્ચન કરીને શુભારંભ કરાવવામાં આવ્યો છે. મેળાની વિશેષતા છે કે અહીંયા ચકડોળ ખાણીપીણીના સ્ટોલની સાથે સાથે અલગ અલગ ભજન મંડળીઓ એમની રાવટીમાં સતત ભજન અને ભક્તિનો નાદ ગુંજતો આપણને જોવા મળે છે.