સપ્ટેમ્બર 9, 2026 11:39 એ એમ (AM)

printer

સુરતના સારોલીમાં ટેક્ષટાઇલ્સ માર્કેટના છઠ્ઠા માળે લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાના પ્રયાસ

સુરતના સારોલી વિસ્તારના ટેક્સટાઇલ માર્કેટમાં રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. 6ઠ્ઠા માળેથી આગ નીચેના માળે પ્રસરતા ફાયર વિભાગે તાત્કાલિક 'બ્રિગેડ કોલ' જાહેર કર્યો હતો.

ફાયર કંટ્રોલ રૂમને  ગત  રાત્રે સવા 12 વાગ્યે માર્કેટમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જેને લઈ ઉચ્ચ અધિકારીઓ સહિત પ્રારંભિક તબક્કે 5 થી 6 ફાયરની ગાડીઓ રવાના કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા કલાકથી વધુ સમયથી આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ચાલી રહી હતી ઘણા અંશે આગને કાબુમાં લઈ લેવામાં આવી છે, જોકે આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી અકબંધ છે.