સપ્ટેમ્બર 28, 2026 2:23 પી એમ(PM)

printer

દિલ્હીમાં સગીરા ઉપર થયેલા દુષ્કર્મના કેસમાં સર્વોચ્ચ અદાલતે સ્વતઃ નોધ લઇને સલામતીની અપુરતી વ્યવસ્થા અંગે નારાજગી વ્યક્ત કરી

સુપ્રીમ કોર્ટે આજે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ચાલતી બસમાં એક સગીરા પર થયેલા કથિત સામૂહિક દુષ્કર્મની ઘટનાની સ્વતઃ નોંધ લીધી અને અવલોકન કર્યું કે, આવા કિસ્સાઓ કાયદા અમલીકરણ અધિકારીઓની નિષ્ફળતા દર્શાવે છે. ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રનની બનેલી બેન્ચે અવલોકન કર્યું કે અપૂરતી લાઇટિંગ, નબળી દેખરેખ અને અન્ય આવશ્યક વહીવટી સુવિધાઓના અભાવને કારણે ઉદ્યાનો અને બસો સહિત જાહેર સ્થળોને જોખમી ઝોનમાં બનાવી ન શકાય.

ગયા મહિને, ગ્રેટર નોઇડામાં સ્લીપર બસમાં બેઠેલી સગીરા પર બસના કંડક્ટર અને ડ્રાઇવર દ્વારા કથિત રીતે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યો હતો અને દિલ્હીના કાશ્મીરી ગેટ નજીક તેને છોડી દેવામાં આવી હતી. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.