નવેમ્બર 3, 2026 7:54 પી એમ(PM)

printer

ગીરસોમનાથમાં આયોજિત રાજ્યકક્ષાની બીચ વૉલીબૉલ સ્પર્ધામાં દ્વારકા, ગાંધીનગર ગ્રામ્ય અને SAG નડિયાદ અકાદમીની ટીમ પહેલાં ક્રમાંકે રહી

ગીરસોમનાથમાં આયોજિત રાજ્યકક્ષાની બીચ વૉલિબોલ સ્પર્ધાના બીજા દિવસે આજે 14 વર્ષથી ઓછા વયજૂથમાં દેવભૂમિ દ્વારકાની ટીમ પહેલાં ક્રમાંકે રહી જ્યારે ગાંધીનગર ગ્રામ્ય બીજા અને સુરત શહેરની ટીમ ત્રીજા ક્રમાંકે રહી. તો 17 વર્ષથી ઓછા વયજૂથમાં ગાંધીનગર ગ્રામ્ય પ્રથમ, બોટાદ બીજા અને ગુજરાત રમતગમત સત્તામંડળ – SAG નડિયાદ અકાદમી ત્રીજા ક્રમે રહી. આ ઉપરાંત 19 વર્ષથી ઓછા વયજૂથમાં SAG નડિયાદ અકાદમીએ પ્રથમ, ગાંધીનગર ગ્રામ્યએ બીજું અને જૂનાગઢ ગ્રામ્યની ટીમે ત્રીજું સ્થાન મેળવ્યું.

કોડીનાર તાલુકાના મૂળદ્વારકા ગામે યોજાયેલી 70મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાની બીચ વોલીબોલ સ્પર્ધામાં 71 જેટલી ટીમ ભાગ લઈ રહી છે.