નવેમ્બર 2, 2026 7:51 પી એમ(PM)

printer

રાજ્યકક્ષાની બીચ વૉલિબોલ સ્પર્ધાનો આજથી ગીરસોમનાથમાં આરંભ

રાજ્યમાં સૌપ્રથમ વાર રાજ્યકક્ષાની બીચ વૉલિબોલ સ્પર્ધાનો આજથી ગીરસોમનાથમાં આરંભ થયો. સ્પર્ધાના પહેલા દિવસે 14 વર્ષથી ઓછા વયજૂથમાં દ્વારકાએ અમરેલીને, 17 વર્ષથી ઓછા વયજૂથમાં ગાંધીનગર ગ્રામ્યએ સુરત શહેરને અને 19 વર્ષથી ઓછા વયજૂથમાં ગીર સોમનાથે સુરત ગ્રામ્યની ટીમને પરાજય આપ્યો.

મૂળદ્વારકા દરિયાકાંઠા ખાતે આયોજિત આગામી પાંચ નવેમ્બર સુધી 70-મી અખિલ ભારતીય શાળાકીય રમતો – SGFI અંતર્ગત યોજાનારી સ્પર્ધામાં રાજ્યભરના ખેલાડીઓની 71 ટીમ વચ્ચે મુકાબલા થશે.