અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષાની બીચ વોલીબોલ સ્પર્ધાનો આજથી ગીર સોમનાથના કોડીનારમાં પ્રારંભ થશે.
આગામી પાંચ નવેમ્બર સુધી ચાલનારી આ સ્પર્ધામાં રાજ્યભરના તમામ જિલ્લા અને મહાનગરપાલિકાની ટીમો ભાગ લેશે. U-14, U-17 અને U-19 કેટેગરીમાં ખેલાડીઓ પોતાના રમત કૌશલ્યનું પ્રદર્શન કરશે.