ઓક્ટોબર 4, 2026 9:14 એ એમ (AM)

printer

શિક્ષણ મંત્રાલયે શાસ્ત્રીય ભાષાઓના અભ્યાસ માટે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં પાંચ શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપનાને મંજૂરી આપી

શિક્ષણ મંત્રાલયે શાસ્ત્રીય ભાષાઓના અભ્યાસ માટે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં પાંચ શ્રેષ્ઠતા કેન્દ્રોની સ્થાપનાને મંજૂરી આપી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ અનુસાર આ કેન્દ્રો શાસ્ત્રીય આસામી, શાસ્ત્રીય બંગાળી, શાસ્ત્રીય મરાઠી, શાસ્ત્રીય પાલી અને શાસ્ત્રીય પ્રાકૃતના અભ્યાસ માટે સમર્પિત હશે. આ કેન્દ્રો આ ભાષાઓ પર ઉચ્ચ-સ્તરીય સંશોધન કરશે.