ઓગસ્ટ 3, 2026 7:28 પી એમ(PM)

printer

સાબરકાંઠામાં ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી કરાઈ

સાબરકાંઠા જિલ્લામાં ‘નારી વંદન સપ્તાહ’ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી મહિલા અને બાળ અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા હિંમતનગર તાલુકાના હાથરોલ ગામ સ્થિત શ્રી શાંતાબેન આર. શાહ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન એડોલેસન્ટ કાઉન્સેલરશ્રીએ કિશોરીઓને માસિક ચક્ર તથા માસિક સ્વચ્છતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમજ માસિક દરમિયાન ઉપયોગમાં લેવાતા વિવિધ સ્વચ્છતા સાધનોના યોગ્ય ઉપયોગ વિશે પણ માહિતગાર કર્યા હતા. DHEW ટીમ દ્વારા બાળ સુરક્ષા માટેના POCSO અધિનિયમ તેમજ Good Touch – Bad Touch અંગે જાગૃતિ લાવી દીકરીઓને પોતાના અધિકારો અને સુરક્ષા અંગે માહિતગાર કરી હતી.

કાર્યક્રમના અંતે ‘વ્હાલી દીકરી’ યોજના અંતર્ગત હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાને વેન્ડિંગ મશીન પણ અર્પણ કરવામાં આવ્યું હતું. બાલિકા પંચાયતની દીકરીઓ દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું આયોજન DHEW ટીમ (જિલ્લા મહિલા સશક્તિકરણ કેન્દ્ર) દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, ગામના સરપંચશ્રી, એડોલેસન્ટ કાઉન્સેલર, DHEW ટીમ, શિક્ષકગણ, આંગણવાડી કાર્યકર બહેનો, બાલિકા પંચાયતના સભ્યો, શાળાની વિદ્યાર્થિનીઓ તેમજ OSC અને PBSCના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.