ઓગસ્ટ 25, 2026 11:03 એ એમ (AM)

printer

વિરાસતથી વિકાસ – 2026 નામે યોજાનારા ભાતીગળ અને લોકપ્રિય જન્માષ્ટમીના મેળાની રાજકોટમાં તડામાર તૈયારીઓ

રાજકોટ ખાતે યોજાતા ભાતીગળ અને લોકપ્રિય જન્માષ્ટમી મેળાના સત્તાવાર નામની વિધિવત જાહેરાત કરવામાં આવી છે. આગામી 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર આ લોકમેળાનું નામ ‘વિરાસતથી વિકાસ-2026’ રાખવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા આ નામની જાહેરાત કરવામાં આવી છે.

લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા મેળાના નામ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવાયા હતા, જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને ચાર હજાર 400 જેટલા સર્જનાત્મક સૂચનો પ્રાપ્ત થયા હતા. સૂચનો પૈકી આખરે ‘વિરાસતથી વિકાસ-2026’ ને પસંદ કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેકટેરે વધુ માહિતી આપી.