રાજકોટ સ્થિત વિશેષ અમલીકરણ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રના સહયોગથી પોરબંદર જિલ્લામાં અનધિકૃત દબાણો દૂર કરાયાં છે. જેમાં નેશનલ હાઇવે રાઇટ ઓફ વેમાં આવેલા તમામ અનિધકૃત દબાણો અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા છે.
હાઇવે અડીને આવેલી ખાનગી મિલકતો, હોટેલ, પેટ્રોલ પંપ, ઔદ્યોગિક એકમો વગેરે દ્વારા બનાવવામાં આવેલા મંજૂરી વિનાના પ્રવેશ માર્ગો બંધ કરવામાં આવ્યા, તેમજ માર્ગ સલામતી માટે જોખમી તમામ અનધિકૃત દબાણો કાયમી ધોરણે બંધ કરી દેવાયા છે.
વાહનોની સલામતી સુનિશ્ચિત કરવા, માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવા તથા પોરબંદર જિલ્લામાં સુરક્ષિત, અવરોધમુક્ત અને સુવ્યવસ્થિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાળવવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ દ્વારા તમામ મિલકત ધારકોને હાઇવે પરથી પોતાના તમામ અનધિકૃત દબાણો, પ્રવેશ માર્ગો તથા અન્ય અવરોધો સ્વયં અને સ્વખર્ચે તાત્કાલિક દૂર કરી દરમિયાન સંપૂર્ણ સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે.