ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંદાજે 614થી વધુ ખાલી પડેલી બેઠકો માટે આજે ઓફલાઇન રાઉન્ડ યોજાશે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશની મુદત આગામી 14મી સપ્ટેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે પ્રવેશ સમિતિએ જુદી જુદી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં ખાલી પડેલી 614 બેઠકો માટે ઓફલાઇન રાઉન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
જે વિદ્યાર્થીઓ ઓફલાઇન રાઉન્ડમાં પ્રવેશ ઇચ્છતાં હોય તે તમામ વિદ્યાર્થીઓને આજે સવારે 9 વાગ્યાથી લઇને સાંજે 4-30 સુધીમાં મેરિટ પ્રમાણે જુદા જુદા સમયે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.