નવેમ્બર 15, 2026 1:58 પી એમ(PM)

printer

રાજસ્થાનમાં રેલવે ટ્રેક વિસ્ફોટ મામલે પંજાબના ગુરદાસપુરમાંથી બે લોકોની ધરપકડ

રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં 3 નવેમ્બરના રોજ થયેલા રેલવે ટ્રેક વિસ્ફોટના સંબંધમાં પંજાબના ગુરદાસપુરથી એક મહિલા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ રાજસ્થાનના આતંકવાદ વિરોધી ટુકડી-ATS અને પંજાબ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરાયો છે.