નવેમ્બર 15, 2026 8:34 એ એમ (AM)

printer

ભારત SAFF ચેમ્પિયનશિપમાં ભૂટાનને 2-1 થી હરાવી ફાઇનલમાં પહોંચ્યું

ભારતે ઢાકામાં રમાઈ રહેલી SAFF ચેમ્પિયનશિપમાં ગઈકાલે ભૂટાનને 2-1 થી હરાવ્યું આ સાથે જ ભારત ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચી ગયું.

ભારત માટે નવમી મિનિટે વિષ્ણુ પી.વી. અને 27મી મિનિટે કેપ્ટન ચિંગ્લેનસાના સિંહે ગોલ કર્યા. જોકે, ભૂટાને બીજા હાફની શરૂઆતમાં જ 48મી મિનિટે કિન્ઝાંગ તાશી ટોબડેનના ગોલથી વાપસી કરવાનો પ્રયાસ કર્યો.

વર્તમાન ચેમ્પિયન ભારત 17 નવેમ્બરે ફાઇનલમાં પાકિસ્તાનનો સામનો કરશે. શનિવારે રમાયેલી અન્ય સેમિફાઇનલમાં, પાકિસ્તાને યજમાન બાંગ્લાદેશને 1-0થી હરાવ્યું હતું.