ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહારાષ્ટ્રના પુણેમાં તાલેગાંવ દાભાડે ખાતે બહુ-રાજ્ય સહકારી મંડળી રાષ્ટ્રીય સહકારી નિકાસ લેમિટેડ NHECનું ભૂમિપૂજન કરશે. આ પ્રસંગે શ્રી શાહ સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝના પશ્ચિમ પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે અને પુણેમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ કરશે. તેઓ આ પ્રસંગે ચાર ભારત ટેક્સી ડ્રાઇવરોને ભાગીદારી પ્રમાણપત્રોનું વિતરણ કરશે. મહારાષ્ટ્રના સહકાર રાજ્યમંત્રી મુરલીધર મોહોલ, નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર અને એકનાથ શિંદે પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
Site Admin | નવેમ્બર 15, 2026 8:51 એ એમ (AM)
ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહારાષ્ટ્રના પુણેમાં બહુ-રાજ્ય સહકારી મંડળી રાષ્ટ્રીય સહકારી નિકાસ લેમિટેડનું ભૂમિપૂજન કરશે