પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવશે. આજે રાત્રે ગાંધીનગરમાં શ્રી મોદીનું આગમન થશે. દરમિયાન પ્રધાનમંત્રીએ શક્તિપીઠ અંબાજી મંદિરનો આવતીકાલનો પ્રવાસ રદ કર્યો છે. અંબાજીમાં લાભપાંચમ નિમિત્તે દર્શનાર્થે આવતા લાખો ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમનો પ્રવાસ રદ કર્યો છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એક વીડિયો સંદેશમાં પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
Site Admin | નવેમ્બર 13, 2026 7:51 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે – આજે રાત્રે ગાંધીનગરમાં શ્રી મોદીનું આગમન