રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાત જશે. તેમની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ ગંજમ જિલ્લાના કટક, ભુવનેશ્વર, બ્રહ્મપુર અને તપ્તપાણીમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે.
પહેલા દિવસે, રાષ્ટ્રપતિ કટક ખાતે જગદગુરુ કૃપાલુ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરશે. મંગળવારે, તેઓ અન્ય સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપતા પહેલા તપ્તપાણી નજીકમા કંધુની દેવી મંદિરમાં પ્રાર્થના કરવા માટે દક્ષિણ ઓડિશા જશે. મુલાકાત માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
ભુવનેશ્વર અને કટકમાં લગભગ 40 પ્લાટૂન પોલીસ તૈનાત કરવામાં આવી છે, જ્યારે રાષ્ટ્રપતિના કાર્યક્રમો સુચારુ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક નિયમન, દેખરેખ અને અન્ય સુરક્ષા પગલાં વધુ સઘન બનાવવામાં આવ્યા છે.
News On AIR | ઓગસ્ટ 2, 2026 2:26 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી ઓડિશાની ત્રણ દિવસની મુલાકાત જશે.