રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના ત્રણ દિવસના પ્રવાસે જશે. આ મુલાકાત દરમિયાન, તેઓ કટક, ભુવનેશ્વર, બ્રહ્મપુર અને ગંજમ જિલ્લાના તપ્તપાણીમાં અનેક શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેશે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે કટક પાસે આવેલા બનારામાં જગતગુરુ કૃપાલુ વિશ્વવિદ્યાલયનું ઉદ્ઘાટન કરશે. આવતીકાલે રાષ્ટ્રપતિ ભુવનેશ્વરથી બરહમપુર સુધી એક વિશેષ ટ્રેન દ્વારા યાત્રા કરશે અને ત્યારબાદ સડક માર્ગે ગંજામ જિલ્લાના તપ્તપાણી જશે, જ્યાં તેઓ માં કાંધુની દેવી મંદિર અને શિવ મંદિરમાં પૂજા-અર્ચના કરશે. તેઓ રાત્રે ગોલાબંધા સ્થિત આર્મી એર ડિફેન્સ કોલેજમાં રોકાશે. ભુવનેશ્વર અને કટકમાં પોલીસની લગભગ 40 પ્લાટૂન તૈનાત કરીને સુરક્ષાની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની યાત્રા દરમિયાન નિર્ધારિત સ્થળોની ઉપર ‘નો ફ્લાઇંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.
News On AIR | ઓગસ્ટ 3, 2026 11:05 એ એમ (AM)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાના ત્રણ દિવસના પ્રવાસે