ઓગસ્ટ 14, 2026 9:24 એ એમ (AM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 80મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્રપતિનું સંબોધન આકાશવાણીના સમગ્ર રાષ્ટ્રીય નેટવર્ક પર સાંજે સાત વાગ્યે પ્રસારિત થશે. દૂરદર્શનની બધી ચેનલો પર સંબોધનનું હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજી સંસ્કરણ પ્રસારિત થશે. ત્યારબાદ દૂરદર્શનની પ્રાદેશિક ચેનલો પર પ્રાદેશિક ભાષાઓમાં તેનું પ્રસારણ કરાશે. આકાશવાણીના પ્રાદેશિક કેન્દ્રો પરથી રાત્રે સાડા નવ વાગ્યે સંબોધનનું પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે.