ઓગસ્ટ 19, 2026 7:42 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ટેકનોલોજી, મીડિયા, અર્થશાસ્ત્ર અને જાહેર નીતિની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આજે જણાવ્યું હતું કે ટેકનોલોજી, મીડિયા, અર્થશાસ્ત્ર અને જાહેર નીતિની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. તેમણે ભારતીય માહિતી સેવા અને ભારતીય આંકડાકીય સેવાના તાલીમાર્થી અધિકારીઓ સાથેની વાતચીત દરમિયાન આમ જણાવ્યું હતું.

રાષ્ટ્રપતિ મુર્મુએ તાલીમાર્થી અધિકારીઓને તેમની કારકિર્દી દરમિયાન સતત શીખવા અને અનુકૂલન કરવાની સલાહ આપી હતી.