આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આજે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલની મુલાકાત લઈ ડેન્ગ્યુગ્રસ્ત જવાનોના ખબર-અંતર પૂછ્યા. તેમણે તબીબો અને સુપરિન્ટન્ડન્ટ સાથે બેઠક યોજી જવાનોને અપાતી સારવારની માહિતી મેળવી. ઉપરાંત શ્રી પાનશેરિયાએ સારવાર હેઠળ રહેલા જવાનો પૈકી એક જવાનના અચાનક થયેલા અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું.
ઉલ્લેખનીય છે કે, આગામી 31 ઑક્ટોબરે કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે યોજાનારી પરેડ કાર્યક્રમમાં ભાગ લેવા વિવિધ રાજ્યમાંથી સુરક્ષા દળોના જવાનો ગુજરાત આવ્યા છે. દરમિયાન 87 જવાનોને તાવ અને અન્ય શારીરિક અસ્વસ્થતાની ફરિયાદ બાદ સિવિલ હૉસ્પિટલ દાખલ કરાયા હતા.