પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દૂરંદેશી નીતિઓ અને અથાગ મહેનતથી વર્ષ 2047 સુધી ભારત વિકસિત રાષ્ટ્ર બનવાનું સ્વપ્ન જરૂર પૂર્ણ કરશે. પ્રધાનમંત્રીને આજે જાહેરસેવામાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હીમાં યોજાયેલી વિકસિત ભારત સંકલ્પ સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ક્યારેક નીતિગત નિષ્ક્રિયતાની ચર્ચા સાથે જોડાયેલું ભારત હવે પોતાની વધતી શક્તિ અને પડકારોને પહોંચી વળવાની ક્ષમતા માટે ચર્ચામાં છે. તેમણે કહ્યું, ગત 12 વર્ષમાં સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.
શ્રી મોદીએ લોકોના વિશ્વાસ અને પાર્ટીના કરોડો કાર્યકર્તાઓના સમર્પણને તેમની સૌથી મોટી શક્તિ ગણાવી. પ્રધાનમંત્રીએ સાત ઑક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદની શપથ લીધી તે દિવસને યાદ કરતા કહ્યું, તેમણે આજના દિવસની ક્યારેય કલ્પના નહતી કરી.