પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં સેવા સંકલ્પ અભિયાન હાથ ધરાશે.
ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પ્રધાનમંત્રીના 25 વર્ષની જનસેવા અને સમર્પણની યાત્રાને લોકો સુધી
પહોંચાડવા તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી એક મહિના સુધી આ અભિયાન ચલાવાશે.
તેમણે કહ્યું, “લઘુત્તમ સરકાર, મહત્તમ શાસન”ને પ્રધાનમંત્રીના 25 વર્ષના સુશાસનની સૌથી મોટી વિશેષતા ગણાવી.