સપ્ટેમ્બર 11, 2026 9:28 એ એમ (AM)

printer

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આજે ગુજરાતના અમદાવાદ ખાતે રાજ્યના બૂથ લેવલ ઓફિસર્સ સાથે સંવાદ કરશે

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. મુલાકાતના બીજા દિવસે આજે તેઓ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યના બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) સાથે સંવાદ કરશે.

ત્યારબાદ, તેઓ શેલા સ્થિત AUDA ઓડિયોરિયમ ખાતે 1000થી વધુ ઈલેક્ટોરલ લિટરસી ક્લબ (ELC) ના સભ્યોને પ્રોત્સાહિત કરશે અને તેમની સાથે સંવાદ કરશે.

દરમ્યાન ગઇકાલે તેઓઓએ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) પરિસરની મુલાકાત લઈને પ્રબુદ્ધ નાગરિકો સાથે ભારતમાં ચૂંટણીઓનું સંચાલન –વિશ્વની સૌથી મોટી લોકશાહી વિષય પર સંવાદ કર્યો હતો.