સપ્ટેમ્બર 11, 2026 9:19 એ એમ (AM)

printer

ઉપરાષ્ટ્રપતિ આજથી દાદરા નગર હવેલી, દમણ અને દીવની બે દિવસની મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી દાદરા નગર હવેલી દમણ અને દીવની બે દિવસની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ સિલ્વાસામાં ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સરકારી કોલેજ ખાતે જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે.

તે સાથે સિલ્વાસામાં સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર અને નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને દમણમાં તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલ નમો હોસ્પિટલ સહિતની મુખ્ય સંસ્થાઓની પણ મુલાકાત લેશે.

તેઓ દમણ નાઇટ માર્કેટ, રામસેતુ સીફ્રન્ટ અને નમોપથ સીફ્રન્ટ સહિત મહત્વપૂર્ણ પ્રવાસન અને વોટરફ્રન્ટ વિકાસ સ્થળોની પણ મુલાકાત લેશે.