સપ્ટેમ્બર 11, 2026 9:15 એ એમ (AM)

printer

નવી દિલ્હીમાં 18મા બ્રિક્સ સમિટની તૈયારીઓને આખરી ઓપ અપાયો

નવી દિલ્હીમાં 18મા બ્રિક્સ સમિટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 18મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે આજે વહેલી સવારે નવી દિલ્હી પહોંચ્યા છે. એરપોર્ટ પર વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું.

આ બે દિવસીય આ સમિટમાં બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ભારત, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત સહિત 11 મુખ્ય ઉભરતા અને વિકાસશીલ અર્થતંત્રો ભાગ લેશે.

બેલારુસ, બોલિવિયા, ક્યુબા, કઝાકિસ્તાન, મલેશિયા, નાઇજીરીયા, થાઇલેન્ડ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાન અને વિયેતનામ બ્રિક્સ ભાગીદાર દેશો તરીકે ભાગ લેશે. બ્રિક્સ દેશો વિશ્વની વસ્તીના આશરે 49 ટકા અને વૈશ્વિક GDPના લગભગ 40 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.

બ્રિક્સ સમિટ આવતીકાલથી સભ્ય દેશો માટે “સમાવેશક વૈશ્વિક શાસન અને બહુપક્ષીયતા મજબૂત બનાવવી” વિષય પર એક સત્ર સાથે શરૂ થશે. બ્રિક્સ નેતાઓ ભારત મંડપમ ખાતે “ઇન્ડિયા ઇનોવેટ્સ” પ્રદર્શનની પણ મુલાકાત લેશે.

બ્રિક્સ દેશના વડાઓની સુરક્ષાને લઈને દિલ્હી પોલિસે યાતાયાત અને ઉડાન અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.