જુલાઇ 31, 2026 8:02 પી એમ(PM)

printer

PM-KISAN યોજનાને 2030-31 સુધી ચાલુ રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી.

કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ-PM-KISAN યોજનાને 2026-27 થી 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. મીડિયાને સંબોધતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, પાંચ વર્ષના સમયગાળા દરમિયાન આ યોજના માટે કુલ 3 લાખ 15 હજાર કરોડ રૂપિયાના નાણાકીય ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, પીએમ-કિસાન યોજના દ્વારા, DBT સિસ્ટમથી પાત્ર ખેડૂત પરિવારોને સમયસર અને પારદર્શક આવક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.