ઓગસ્ટ 14, 2026 9:21 એ એમ (AM)

printer

આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ – વિભાજન દરમિયાન જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ માટે કાર્યક્રમોનું આયોજન

દેશભરમાં આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્ર 1947ના વિભાજન દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા અને અસહ્ય વેદના સહન કરનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે રાજધાની દિલ્હી સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 2021 માં, સરકારે દર વર્ષે 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. આ દિવસ ભાવિ પેઢીઓને પાર્ટીશન દરમિયાન લોકોએ સહન કરેલી પીડા અને વેદનાની યાદ અપાવે છે. કેન્દ્રીય સંસ્કૃતિમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગઇકાલે નવી દિલ્હીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની પૂર્વસંધ્યાએ આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.