જુલાઇ 31, 2026 7:56 પી એમ(PM)

printer

NEET સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળા બાદ સંસદના બંને ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત.

NEET મુદ્દેવિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષનાહોબાળા બાદ સંસદના બંને ગૃહોને દિવસભર માટે સ્થગિત કરવામાં આવ્યા. જ્યારે પ્રથમમુલતવી પછી લોકસભાની બેઠક મળી, ત્યારે બપોરે 12 વાગ્યે,પ્રમુખ અધિકારી દિલીપ સૈકિયાએ જન્મ અને મૃત્યુની નોંધણી સુધારા વિધેયક,2026ને વિચારણા અને પસાર કરવા માટે હાથમાં લીધું. વિપક્ષના હોબાળાવચ્ચે ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે વિધેયક આગળ વધાર્યું. ગૃહમાં હોબાળા વચ્ચે વિધેયકકોઈપણ ચર્ચા વિના પસાર થઈ ગયું હતું. દરમિયાન, સંસદીયબાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ચર્ચામાં ભાગ ન લેવા બદલ વિપક્ષની ટીકા કરી હતી.