ઓગસ્ટ 13, 2026 7:54 પી એમ(PM)

printer

સંસદના બંને ગૃહની કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત

સંસદના બંને ગૃહની કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરવામાં આવી. ગયા મહિનાની 20 તારીખથી શરૂ થયેલું ચોમાસું સત્ર આજે પૂર્ણ થયું. સત્રના 25 દિવસમાં 19 બેઠક યોજાઈ.

રાજ્યસભાના સભાપતિ સી. પી. રાધાકૃષ્ણને તેમના સમાપન સંબોધનમાં ગૃહની કાર્યવાહીમાં અવારનવાર પડેલા વિક્ષેપ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, ગૃહમાં સભ્યોને તેમની વાત રજૂ કરવાની પૂરતી તક હતી, પરંતુ સભ્યો જનતાનો અવાજ ઉઠાવવા આ તકનો સંપૂર્ણ ઉપયોગ ન કર્યો. વધુમાં તેમણે કહ્યું, ગૃહે 12 ખરડા પસાર અને પરત કરીને તેની મૂળભૂત કાયદાકીય જવાબદારીઓ પૂર્ણ કરી. શ્રી રાધાકૃષ્ણને કહ્યું, રાજ્યસભાની કાર્યવાહી માત્ર 37 કલાક 49 મિનિટ ચાલી. તેનાથી ગૃહમાં 39.17 ટકા જ કામકાજ થયું.

આ પહેલા ગૃહમાં વિરોધ પક્ષના નેતા અને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ઉત્તરાખંડમાં હલ્દવાનીમાં તેમની જાહેરસભા બાદ રામલીલા મેદાનમાં કરાયેલા હવનનો મુદ્દો ઉઠાવ્યો હતો. શ્રી ખરગેએ કહ્યું હતું કે, તેમણે જાહેરસભાને સંબોધી અને તેમના સંબોધનમાં કોઈ સમુદાય અને ધર્મનો ઉલ્લેખ નહતો.

ગૃહના નેતા અને કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ ગૃહને ખાતરી આપી કે, વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાની તપાસ કરાશે. શ્રી નડ્ડાએ સ્પષ્ટતા કરી કે, ભાજપ આવી પ્રવૃત્તિઓનું સમર્થન નથી કરતું અને તેમણે આ ઘટનાની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આ મુદ્દાને જોશે અને મામલાની તપાસ કરાવીને તે મુજબ કાર્યવાહી કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.