રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના વિઝનને સાકાર કરવા માટે ‘નિપુણ ભારત મિશન’નો અમલ થઇ રહ્યો છે. જે અંતર્ગત નિપુણ ગુજરાત અભિયાન હેઠળ હવે રાજ્યવ્યાપી બેન્ચમાર્ક સર્વે યોજવામાં આવશે. GCERT દ્વારા જિલ્લા અને તાલુકા શિક્ષણ તંત્રને જારી કરાયેલા પરિપત્ર અનુસાર ચોથી ઓગસ્ટે ધોરણ-5ના વિદ્યાર્થીઓ માટે ભાષા એટલે કે વાંચન અને લેખનનું, જ્યારે પાંચ ઓગસ્ટે ગણિત એટલે કે સંખ્યાજ્ઞાનનું મૂલ્યાંકન કરવામાં આવશે.રાજ્યની સરકારી, અનુદાનિત તેમજ બિનઅનુદાનિત તમામ શાળાઓના ધોરણ-5ના વિદ્યાર્થીઓ આ સર્વેમાં ભાગ લેશે. આ સર્વેની સૌથી મહત્વની બાબતએ છે કે તેનું મૂલ્યાંકન સ્વતંત્ર થર્ડ પાર્ટી એજન્સી દ્વારા કરાશે, જેથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાનું નિષ્પક્ષ અને પારદર્શક મૂલ્યાંકન થઈ શકે.જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરશે તેમજ વિદ્યાર્થીઓની મહત્તમ હાજરી સુનિશ્ચિત કરવા પણ સૂચના આપવામાં આવી છે.
News On AIR | ઓગસ્ટ 2, 2026 11:28 એ એમ (AM)
વિદ્યાર્થીઓની શૈક્ષણિક ક્ષમતાના મૂલ્યાંકન માટે ગુજરાત નિપુણ અભિયાન અઁતર્ગત ધોરણ-5ના વિદ્યાર્થીઓનું સરવે કરાશે