નિપુણ ગુજરાત અભિયાન’ હેઠળ આજથી રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો પ્રારંભ થઇ રહ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણના ભાગરૂપે દેશવ્યાપી ‘નિપુણ ભારત મિશન’ અંતર્ગત રાજ્યમાં ‘નિપુણ ગુજરાત અભિયાન’ અમલમાં મૂકવામાં આવ્યું છે.શાળાઓમાં બેઝલાઇન સર્વેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની પાયાની સાક્ષરતા અને ગણનક્ષમતાની વર્તમાન અધ્યયન સ્થિતિનું સચોટ મૂલ્યાંકન કરી શૈક્ષણિક આયોજન સુનિશ્ચિત કરવાનો છે. આજે ગુજરાતી ભાષા વિષયનો તથા આવતીકાલે ગણિત વિષયનો બેઝલાઇન સર્વે હાથ ધરાશે. સર્વે પૂર્ણ થયા બાદ ‘મિડલાઇન સર્વે’ અને ‘એન્ડલાઇન સર્વે’નું થશે. ત્રણેય સર્વેના પરિણામોના આધારે વિદ્યાર્થીઓની પ્રગતિનું સતત મૂલ્યાંકન કરવામાં આવશે.
News On AIR | ઓગસ્ટ 4, 2026 12:54 પી એમ(PM)
નિપુણ ગુજરાત અભિયાન હેઠળ આજથી શાળાઓમાં રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો પ્રારંભ