19 વર્ષથી ઓછા વયજૂથના ઍશિયા ક્રિકેટ કપમાં ફાઈનલ મુકાબલામાં પાકિસ્તાનને હરાવી ભારતે ખિતાબ જીત્યો. ઓમાનમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને ભારતને જીતવા 338 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ભારત તરફથી ઓપનર બેટ્સમેન સુકાની લક્ષ્ય રાયચંદાણીએ સૌથી વધુ 80 રન બનાવ્યા. જ્યારે આર્યવિર સેહવાગે 58, મનલ ચૌહાણે 47, અને મોહિત ઉલવાએ અણનમ 49 રનનું યોગદાન આપ્યું. રસાકસીભરી મેચમાં છેલ્લી ઓવરમાં ભારતીય ટીમનો ભવ્ય વિજય થયો.
અગાઉ ભારતીય બોલર કાવ્ય પટેલે સૌથી વધુ ચાર, ચિગુરુપતિ વેંકટે ત્રણ અને અર્જુન રાજપૂતે એક વિકેટ લીધી હતી.