ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી- NFSU એ પૂર પીડિતોની ઓળખ માટે 10 સભ્યોની ફોરેન્સિક ટીમ નેપાળ મોકલી છે.
DNA ફોરેન્સિક્સના વડા ભાર્ગવ પટેલની આગેવાની હેઠળની ટીમ, DNA નમૂના મેચિંગ સહિત મૃતકોની ઓળખ કરશે.આ ટીમ કેન્દ્રીય
વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયની સંયુક્ત દેખરેખ હેઠળ કામ કરશે.
નેપાળ પૂર હોનારતમાં ગુમ થયેલા રાજ્યના 25 લોકોની શોધખોળ માટે રાજય સરકાર સતત કામગીરી કરી રહી છે.