નવેમ્બર 16, 2026 8:49 એ એમ (AM)

printer

NCBએ અમદાવાદમાંથી માદક પદાર્થનું ઉત્પાદન કરતી પ્રયોગશાળાનો પર્દાફાશ કર્યો

માદકપદાર્થ નિયંત્રણ વિભાગ-NCBએ એક વિશેષ અભિયાન હેઠળ અમદાવાદના જુહાપુરામાંથી એક રહેણાંક મકાનના ભોંયરામાં કાર્યરત ગુપ્ત માદક પદાર્થનું ઉત્પાદન કરતી પ્રયોગશાળાનો પર્દાફાશ કર્યો છે.

અમદાવાદ પોલીસ સાથેની સંયુક્ત કાર્યવાહીમાં તપાસ ટીમે 130 કિલો રસાયણો, પ્રયોગશાળાના સાધનો અને 27 ગ્રામ શંકાસ્પદ માદક પદાર્થ  જપ્ત કર્યો.

આ મામલે એક શખ્સની અટકાયત કરવામાં આવી હોવાનું NCB અમદાવાદ ઝોનના નિયામક ઘનશ્યામ સોનીએ જણાવ્યું હતું.