નર્મદામાં આગામી 22થી 24 નવેમ્બર સુધી શૂન્યથી પાંચ વર્ષના 56 હજાર 717થી વધુ બાળકોને પોલિયોની રસી અપાશે. પોલિયો રસીકરણ ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં 227 રસીકરણ બૂથ, 59 મૉબાઈલ ટીમ અને ટ્રાન્ઝિટ ટીમના માધ્યમથી એક લાખ 33 હજાર 791થી વધુ ઘરને આવરી લેવાશે. જિલ્લા કલેક્ટર ગંગા સિંઘે નર્મદા જિલ્લા પોલિયો રસીકરણ સ્ટીયરિંગ કમિટિની બેઠકમાં આરોગ્ય વિભાગની સમગ્ર કામગીરીની સમીક્ષા કરી.
આ રસીકરણ ઝુંબેશ અંતર્ગત પહેલા દિવસે 22 નવેમ્બરે સમગ્ર જિલ્લામાં નિર્ધારિત બૂથ પર રસીકરણની કામગીરી કરાશે. ત્યારબાદ 23 અને 24 નવેમ્બરે આરોગ્ય વિભાગની ટુકડીઓ દ્વારા ઘરે-ઘરે જઈને રસીકરણની કામગીરી હાથ ધરાશે.