નવેમ્બર 16, 2026 9:13 એ એમ (AM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આગામી પાંચ વર્ષમાં જનજાતિય ક્ષેત્રો માટે બે લાખ કરોડના વિકાસકામો કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, આગામી પાંચ વર્ષમાં જનજાતીય ક્ષેત્રો માટે બે લાખ કરોડના વિકાસકામો કરાશે. ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે છોટા ઉદેપુર ખાતે રાજ્ય કક્ષના કાર્યક્રમમાં તેમણે આ જાહેરાત કરી.

શ્રી પટેલે જણાવ્યું કે આજે આદિવાસી પટ્ટામાં 12 વિજ્ઞાન કોલેજો, બે યુનિવર્સિટી, 12 મેડિકલ કોલેજો અને 57 એકલવ્ય મોડેલ નિવાસી શાળાઓ કાર્યરત છે. તેમણે ઉમેર્યું કે 22 હજાર 500થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ તથા 18 હજાર 800થી વધુ વન અધિકાર પત્રો એનાયત કરીને આદિવાસી યુવાનો અને પરિવારોને સશક્ત બનાવવામાં આવ્યા છે.