આજથી પંજાબના જાલંધરમાં પુરુષ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ રહી છે. 17 વર્ષ પછી પંજાબમાં આંતરરાષ્ટ્રીય હોકી રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં છ ટીમો ભાગ લઈ રહી છે: ભારત, જાપાન, ચીન, મલેશિયા, દક્ષિણ કોરિયા અને બાંગ્લાદેશ.
ભારતીય ટીમે તાજેતરમાં જાપાનમાં એશિયન ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. કેપ્ટન હરમનપ્રીત સિંહે ઘર આંગણે રમાઈ રહેલી આ ટુર્નામેન્ટને ખાસ ગણાવી હતી.
આજે લીગ સ્ટેજ મેચોમાં, ભારત- બાંગ્લાદેશ સામે, મલેશિયા – ચીન સામે અને જાપાન -દક્ષિણ કોરિયા સામે રમશે.