નવેમ્બર 13, 2026 2:36 પી એમ(PM)

printer

મહેસાણાના વિજાપુરમાં રણાસણ ગામમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં શ્રી બહુચર પાટીદાર વાડીના દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

મહેસાણાના વિજાપુરમાં રણાસણ ગામમાં શ્રી બહુચર પાટીદાર વાડીના દાતાઓનો સન્માન સમારોહ યોજાયો. આ પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ગામમાં નિર્માણ પામેલું નવું ભવન માત્ર લગ્ન કે ધાર્મિક પ્રસંગો પૂરતું મર્યાદિત ન રહેતા સમગ્ર ગ્રામજનોને એકતાના તાંતણે બાંધવાનું અને નાના-મોટા પ્રશ્નોનું નિવારણ લાવવાનું મહત્વનું કેન્દ્ર બનશે. તેમણે દાતાઓના સહકારથી તૈયાર થયેલી આ વાડીની સ્વચ્છતા જાળવવા અને આવનારી પેઢી માટે તેને સલામત રાખવી એ સૌની સહિયારી જવાબદારી ગણાવી. શ્રી સંઘવીએ વૃદ્ધ માતા-પિતાની સેવા અને બાળકોના સંસ્કાર ઘડતર માટે સામાજિક આહ્વાન પણ કર્યું.