ઓક્ટોબર 8, 2026 10:25 એ એમ (AM)

printer

માનુષ શાહ અને દિયા ચિત્તાલેની જોડી ચાઇના સ્મેશ ટેબલ ટેનિસની સેમિફાઇનલમાં પહોંચી

ટેબલ ટેનિસમાં ભારતીય પેડલર્સ માનુષ શાહ અને દિયા ચિત્તલની જોડી  બેઇજિંગમાં યોજાયેલા ચાઇના સ્મેશની સેમિફાઇનલમાં પહોંચી છે. રોમાનિયાના ખેલાડીઓને ૩-૦ થી હરાવીને WTT ગ્રાન્ડ સ્મેશની સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મિશ્રિત ડબલ્સ જોડી બનીને ઇતિહાસ રચ્યો છે.

પાંચમી ક્રમાંકિત ભારતીય જોડીએ અંતિમ ચારમાં સ્થાન સુરક્ષિત કરવા માટે ક્વાર્ટર ફાઇનલમાં 11-9, 13-11, 11-3થી જીત મેળવી હતી.