ઓક્ટોબર 19, 2026 9:37 એ એમ (AM)

printer

દેશભરમાં આજે દુર્ગાષ્ટમીની ઉલ્લાસભેર ઉજવણી

આજે, દુર્ગા પૂજાનો પવિત્ર તહેવાર, મહાઅષ્ટમી, ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગ નિમિત્તે સવારથી ખાસ પ્રાર્થના અને અન્ય ધાર્મિક વિધિઓ શરૂ થઈ ગઈ છે. કોલકાતામાં થયેલી ભાગદોડને ધ્યાનમાં રાખીને, કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વહીવટીતંત્રે ભીડ નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા કરી છે.

દરમિયાન, કોલકાતાની બેંકશાલ કોર્ટે ગઈકાલની ઘટનાના સંદર્ભમાં ધરપકડ કરાયેલા સાત આરોપીઓને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.