ઓક્ટોબર 19, 2026 10:20 એ એમ (AM)

printer

કરજણ નદી પરના બ્રિજની નબળી ગુણવત્તા સામે કડક અભિગમ અપનાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોન્ટ્રાક્ટર સામે FIR દાખલ કરવાના દિશા નિર્દેશો આપ્યા

કરજણ નદી પરના બ્રિજની નબળી ગુણવત્તા સામે કડક અભિગમ અપનાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોન્ટ્રાક્ટર સામે FIR દાખલ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે

નર્મદા જિલ્લામાં રાજપીપળા-રામગઢ (નવાગામ) રોડ ઉપર કરજણ નદી પરના મેજર બ્રિજના બાંધકામની નબળી ગુણવત્તા અંગે કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેતા  બ્રિજના બાંધકામમાં સંકળાયેલા મેસર્સ રોયલઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ., સુરત સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં FIR કરવામાં આવી છે.

2020માં નિર્માણ થયેલા બ્રિજની ચકાસણીમાં એક પાયો નબળો જણાયા બાદ ક્વોલિટી કંટ્રોલની તપાસમાં બ્રિજના અન્ય ભાગોમાં પણ ક્ષતિ ધ્યાને આવતા મુખ્યમંત્રીશ્રીએ કડક વલણ અપનાવતા બ્રિજના બાંધકામ કરનારા કોન્ટ્રાક્ટર સામે લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ અન્વયે ફોજદારી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે.

આ ઉપરાંત, તેમણે બ્રિજના બાંધકામમાં થયેલી નબળી કામગીરી અને સંબંધિત બેદરકારી અંગે જવાબદાર અધિકારીઓ સામે પણ ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, ૧૯૭૧ હેઠળ કાર્યવાહી હાથ ધરવા આદેશ આપ્યા છે.