પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્વાલિયરમાં થયેલા માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે.
આ અકસ્માતમાં 15 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે અને અન્ય 42 લોકો ઘાયલ થયા છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઇકાલે હોસ્પિટલની મુલાકાત લઈને ઘાયલોની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી અને અધિકારીઓને શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી
રાજ્ય સરકારે મૃતકોના પરિવારોને પ્રત્યેકને ચાર લાખ રૂપિયા, ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે લાખ રૂપિયા અને અન્ય ઘાયલોને પ્રત્યેકને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
દરમિયાન, પ્રધાનમંત્રીએ ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય અને ઘાયલોને ને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.