ઓક્ટોબર 19, 2026 9:56 એ એમ (AM)

printer

વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આજે મુંબઈમાં UAEના વિદેશ મંત્રી સાથે બેઠક યોજી દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે મુંબઈમાં સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, આ મુલાકાત દરમિયાન ભારત અને યુએઈ વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરવામાં આવશે.

બંને પક્ષો ઉર્જા, વેપાર, રોકાણ, ફિનટેક, સંરક્ષણ અને કનેક્ટિવિટી ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરશે. શ્રી જયસ્વાલે ઉમેર્યું હતું કે ડૉ. જયશંકર આવતીકાલે મુંબઈમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો સાથે પણ વાતચીત કરશે. ડૉ. જયશંકર ખાસ મહેમાન તરીકે અમેરિકન સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી આપશે.