અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોના-ચાંદી તથા માદક પદાર્થની હેરાફેરી વધતી જાય છે. કસ્ટમ્સ વિભાગ દ્વારા અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હો ચી મિન્હ સીટીથી આવેલી ફલાઇટમાં આવેલ એક મુસાફર પાસેથી 7 પેકેટમાં લાવવામાં આવેલ 2 હજાર 117 કિલોગ્રામ માદક પદાર્થ ઝડપી પાડવામાં આવ્યો છે. જેની અંદાજિત કિંમત 2 કરોડથી વધુ આંકવામાં આવે છે.
કસ્ટમ્સ વિભાગ દ્વારા મુસાફરની સાથે માદક પદાર્થ લેવા આવેલ વ્યક્તિની પણ એરપોર્ટ પરથી ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.