ઓક્ટોબર 20, 2026 10:04 એ એમ (AM)

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે SCO બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે,શાંઘાઈ કો.ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ના સરકારના વડાઓની બેઠક દરમિયાન તાજિકિસ્તાનના સમકક્ષ કર્નલ જનરલ ઇમોમાલી સોબિરઝોદા સાથે ક્ષમતા નિર્માણ અને તાલીમ પર ભાર મૂકતા સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરી હતી.

શ્રી સિંહ SCOની સરકારના વડાઓની પરિષદ (CHG) ની 25મી બેઠકમાં
ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે બે દિવસની સત્તાવાર મુલાકાતે દુશાંબે પહોંચ્યા છે.

વિદેશ મંત્રાલય (MEA) અનુસાર, આ બેઠક SCO સભ્ય દેશો વચ્ચે બહુપક્ષીય સહયોગને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે, ખાસ કરીને વેપાર, અર્થતંત્ર, રોકાણ, કનેક્ટિવિટી, નવીનતા અને સાંસ્કૃતિક-માનવતાવાદી આદાનપ્રદાનના ક્ષેત્રોમાં.

આ બેઠકમાં ચાલુ સહયોગ પહેલોની પ્રગતિની સમીક્ષા કરવાની અને
સંગઠનના નાણાકીય અને સંસ્થાકીય કામગીરી સંબંધિત નિર્ણયો પર વિચાર કરવાની પણ અપેક્ષા છે.